હમાસને સમર્થન બદલ જ્યોર્જટાઉનમાં ભારતીય રિસર્ચરની ધરપકડ
હમાસને સમર્થન બદલ જ્યોર્જટાઉનમાં ભારતીય રિસર્ચરની ધરપકડ
Blog Article
અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક ભારતીય સંશોધકની ઇમિગ્રેશન અધિકારીઓએ સોમવારે ધરપકડ કરી હતી અને દેશનિકાલનો સામનો કરી રહ્યો છે. પોસ્ટ-ડોક્ટરલ ફેલો બદર ખાન સુરીની સોમવારે રાત્રે વર્જિનિયામાં તેમના ઘરની બહાર “નકાબપોશ એજન્ટો”એ ધરપકડ કરી હતી.
એજન્ટોએ પોતાને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું અને તેમને કહ્યું હતું કે સરકારે તેમના વિઝા રદ કરી દીધા છે. સુરી પર “હમાસનો પ્રચાર ફેલાવવાનો” આરોપ છે. તેમના જાણીતા અથવા શંકાસ્પદ આતંકવાદી સાથે ગાઢ સંબંધો હોવાનું કહેવાય છે.
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સહાયક સચિવ, ટ્રિશિયા મેકલોફલિને X પર લખ્યું હતું કે સુરી જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં ફોરેન એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળનો વિદ્યાર્થી છે અને સોશિયલ મીડિયા પર હમાસનો પ્રચાર અને યહૂદી-વિરોધને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે.